遇见数据集

Gramin Vikasma Yuvanoni bhoomika

收藏
Zenodo2025-08-17 更新2026-05-26 收录
官方服务:

资源简介:

આ સંશોધન પત્રમાં ગ્રામીણ વિકાસમાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ભારત એક કૃષિપ્રધાન દેશ છે, જ્યાં દેશની વસ્તીના મોટાભાગનો નિવાસ ગ્રામીણ વિસ્તારોમાં થાય છે. આવા વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે યુવાનોનું સક્રિય સહભાગિતાપૂર્વકનું યોગદાન અનિવાર્ય છે. યુવાનોને નવીન વિચારો, ઊર્જા અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગામડાઓના આધુનિકીકરણ માટે શક્તિશાળી સાધન તરીકે જોવામાં આવે છે. ખેતી અને સંબંધિત ઉદ્યોગોમાં તેઓ નવી પદ્ધતિઓ અને નાવિન્યમય ઉપાયો અપનાવીને કૃષિ ઉત્પાદન અને આવકમાં વધારો કરી રહ્યા છે. તેઓ ગ્રામિણ સ્તરે નાના ઉદ્યોગો, શિલ્પકલા અને સેવા ક્ષેત્રોના વિકાસ દ્વારા રોજગારીના નવા અવસરો ઊભા કરી રહ્યા છે. શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા ક્ષેત્રે પણ યુવાનોની પ્રવૃત્તિઓ નોંધપાત્ર છે. તેઓ શિક્ષણ માટે જાગૃતિ લાવી રહ્યા છે, બાળવિકાસ અને મહિલા શિક્ષણ માટે પ્રયત્નશીલ છે. આરોગ્ય બાબતોમાં જાગૃતતા અને સ્વચ્છતા અભિયાન દ્વારા તેઓ ગ્રામિણ સમુદાયમાં જીવનશૈલીમાં સુધારો લાવી રહ્યા છે. યુવાનો પર્યાવરણ સુરક્ષા માટે વૃક્ષારોપણ, પાણી બચાવ અને કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે સક્રિય છે. તેમ છતાં, યુવાનોને અનેક પડકારોનો સામનો કરવો પડે છે જેમ કે માર્ગદર્શનની અછત, નીતિ સ્તરે પૂરતો સહયોગ ન મળવો અને વ્યવસાયિક તાલીમનો અભાવ. સંશોધન સૂચવે છે કે જો યોગ્ય માર્ગદર્શન, તાલીમ, નીતિ સહકાર અને યોગદાન માટે પૂરા પાડવામાં આવે તો યુવાનો માત્ર નોકરી શોધનાર નહીં રહે પરંતુ રોજગાર સર્જક, સમાજસેવી અને વિકસક તરીકેનું સ્થાન મેળવી શકે. તેઓ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મૂળભૂત ભૂમિકા ભજવી શકે છે. તેઓ જાતે ગ્રામિણ જીવનશૈલીમાં પરિવર્તન લાવીને સમગ્ર સમાજને નવી દિશા આપી શકે છે. આ પત્રમાં રજૂ કરાયેલા આધારભૂત માહિતી, ઉદાહરણો અને વિશ્લેષણો આધારિત રીતે દર્શાવવામાં આવ્યું છે કે યુવાનોનો સક્રિય અને સશક્ત ઉપાડ ગ્રામિણ વિકાસના વેગવંતુ અને સમગ્ર વિકાસ માટે મહત્વપૂર્ણ છે. તેમના ઉર્જાસભર યોગદાનથી દેશમાં તટસ્થ અને સમાન વિકાસ શક્ય બને છે. જેથી રાજ્ય અને કેન્દ્ર સરકારને નીતિગત રીતે યુવાનોના સંવર્ધન માટે ખાસ પગલાં ભરવા જોઈએ.

提供机构:
SORATH: E-JOURNAL
创建时间:
2025-08-17
二维码
社区交流群
二维码
科研交流群
商业服务